Sunday, January 8, 2012

ગુજરાતી કહેવતો


ગુજરાતી કહેવતો
===============

કુવામાં હોય તો હવાડા માં આવે.

- ઘી ઢોળાયુઁ તો ખીચડી માઁ.

- ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.

- ન બોલવામાં નવ ગુણ.

- બોલે એના બોર વેચાય.

- કાગડો દહીંથરુ લઇ ગયો.

- વિદ્યા વિનય થી શોભે છે.

- સાહસ વિના સિદ્ધિ નથી.

- કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.

- વાંદરા ને સીડી ના અપાય.

- કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.

- ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.

- નામ છે એનો નાશ છે.

- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.

- મોર ના ઇંડા ચીતરવા ના પડે.

- વારા ફરથી વારો અને મારા પછી તારો.

- થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.

- વઘારેલી ખીચડી દાઢે વળગી.

- થોડે થોડે ઠીક જ થાય.

- પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.

- અંતે ધર્મો જય, પાપો ક્ષય.

- આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.

- થોડે બોલે થોડું ખાય.

- જેવો દેશ તેવો વેશ.

- જેવો સંગ તેવો રંગ.

- જેની લાઠી એની ભેંસ.

- જેવું વાવો તેવુ લણો.

- ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.

- સો વાત ની એક વાત.

- દુર થી ડુંગરા રળિયામણા.

- મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.

- સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.

- આવડે નહિઁ ઘેઁશ (ખીચડી) ને રાઁધવા બેસ

- ડાહી સાસરે જાય નહિઁ ને ગાઁડી ને શિખામણ આપે

- ઠોઠ નિશાળા ને વત્તરણાઁ ઝાઝાઁ

- તારુઁ મારુઁ સહિયારુઁ ને મારુઁ મારાઁ બાપનુઁ

- હઁગીને આહડવા બેસવુઁ

- હાલ હાલ હલ્લુની માશી (હાલતો થા)

- ગાજ્યાઁ વરસાદ વરસે નહિઁ ને ભસ્યાઁ કુતરાઁ કરડે નહિઁ

- પેટ કરાવે વેઁઠ

- દીધે પે દયા ભલી

- ઘરના છોકરાઁ ઘઁટી ચાટે

- ઘર બાળીને તીરથ ન કરાય

- ગામના મહેલ જોઈને આપણાઁ ઝુપડાઁ તોડી ન નખા.

- થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.

- થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.

- થાકશે, ત્યારે પાકશે.

- વાર્યાં ના વરે, હાર્યાં વરે.

- થોડું બોલે તે થાંભલો કોરે.

No comments:

Post a Comment