Tuesday, September 20, 2011

આયુર્વેદ


ખજૂર
આયુર્વેદના મર્હિષ ચરકે ખજૂરને બૃહણ’ કહ્યો છે અને આ શબ્દ સમજવા જેવો છે. બૃંહણ એટલે શરીર હૃષ્ટપુષ્ટ કરનાર. ખજૂરનો બીજો એક ગુણ છે. વૃષ્ય. આ વૃષ્યનો અર્થ થાય કામશક્તિ- મૈથુનશક્તિ વધારનારમર્હિષ સુશ્રુતે તેને હૃદ્ય પણ કહ્યો છે. હૃદ્ય એટલે હૃદયને હિતાવહઆમ ખજૂર પૌષ્ટિકકામશક્તિ વધારનાર અને હૃદયને હિતકારી છે. નિયમિત રોજ સવારે સાત-આઠ પેશી કાળી ખજૂર ખૂબ ચાવીને ખાવો. ઉપર ગરમ દૂધ પીવુંવજન વધારવાકામશક્તિ સક્રિય કરવા આ ઉપચાર કરવો. 


આકડો
આચાર્ય સુશ્રુતે દમ-શ્વાસ રોગ માટે બતાવેલો એક ઉપચાર પ્રયોગ આ પ્રમાણે છે. આકડાનાં કૂમળાં પાનના રસમાં જવ પલાળીને સૂકવી લેવા. ચાર-પાંચ વખત આ રીતે પલાળીને સૂકવેલા જવને શેકી ધાણી બનાવવી આ ધાણી સવાર-સાંજ ત્રણ ચમચી ખાવાથી દમ મટે છે. આકડાનાં મૂળનો ધુમાડો સૂંઘવાથી આધાશીશી- માઇગ્રેન મટી જાય છે. એક પતાસા પર આકડાનાં દૂધનાં બે ટીપાં પાડી ૩થી ૪ દિવસ રોજ સવારે આપવાથી દમ શ્વાસમાં તથા કફના રોગોમાં ખૂબ ફાયદો થાય છે


કાળીજીરી
ઉધરસ, શરદી અને કફની ફરિયાદ રહેતી હોય એવા બાળકોને ઉંમર પ્રમાણે બેથી પાંચ ચોખા ભાર કાળીજીરીનું ચૂર્ણ એક ચમચી મધ સાથે મિશ્ર કરી સવારે અને રાત્રે ચટાડવું. આ મિશ્રણથી કફ પાકીને છૂટવા લાગે છે. જો કફની સાથે તાવ હોય તો પણ મટે છે. મોટા બાળકો અને કિશોરોને એકથી બે ગ્રામ જેટલું આ ચૂર્ણ મધ સાથે મિશ્ર કરી આપી શકાય. પ્રસૂતા સ્ત્રીને કાળીજીરી આપવાથી ઘણો લાભ થાય છે. તેનાથી ધાવણ વધે છે અને તે પચવામાં હલકું અને ચોખ્ખું થાય છે. આ ધાવણથી નવજાત બાળકને કફ અને તાવમાં ફાયદો થાય છે.   


જાયફળ
આધુનિક મતે જાયફળ સુગંધિત, દીપન, વાતહર ઉત્તેજક માદક, વેદના મટાડનાર, આક્ષેપ નિવારક, પૌષ્ટિક અને વાજીકર છે. હોજરી માટે ઉત્તેજક હોવાથી પાચક રસ વધારે છે. જાયફળને પત્થર પર ઘસી તેનો કપાળ પર લેપ કરવાથી માથાનો દુખાવો મટી જાય છે. ગરમ દૂધમાં સાકર અને ચણાના દાણા જેટલો જાયફળનો પાઉડર નાંખી પીવાથી ઊંઘ સરસ આવે છે. ગાયના દૂધમાં જાયફળ ઘસીને  ચોખાના ધોવરામણ સાથે લેવાથી ઊલટી, હેડકી, ઊબકા મટે છે. જાયફળ ગાયના દૂધમાં ઘસીને પીવાથી અજીર્ણ, અપચો મટે છે. જાયફળ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

ર્છિદરિપુ
આયુર્વેદના એક ઔષધનું નામ છે ‘ર્છિદરિપુ’. ર્છિદ એટલે ઊલટી અને રિપુ એટલે દુશ્મન. આમ ર્છિદરિપુ એટલે ઊલટીનું દુશ્મન આ ર્છિદરિપુને આપણે ગુજરાતીમાં ‘કપૂર કાચલી’ કહીએ છીએ. કપૂર કાચલી એ ખરેખર ઊલટીનું ઉત્તમ ઔષધ છે. મર્હિષ ચરકે હેડકી, દમ અને ઊલટીનો નાશ કરનારા ઔષધોમાં કપૂર કાચલીનો સમાવેશ કરેલો છે. કપૂર કાચલીનું ચારથી પાંચ ગ્રામ ચૂર્ણ એક ગ્લાસ પાણીમાં નાંખી એક કલાક પછી ગાળી લેવું. આ પાણી થોડી થોડી વારે પીવાથી ઉગ્ર ઊલટીઓ મટે છે. અને દમમાં તથા કફના રોગોમાં ફાયદો થાય છે

નાગલા દૂધેલી
આ ઔષધના છોડ ચોમાસામાં સર્વત્ર ઊગી નીકળે છે. અને બારેમાસ આ વનસ્પતિ મળી શકે છે. આ નાગલા દૂધેલી દમ-શ્વાસમાં ઉપયોગી ઔષધ છે. કેટલાક દર્દીઓને તો ચમત્કાર જેવો ફાયદો કરે છે. તેનાં પાંચથી સાત પાનનો રસ કાઢી, એટલા જ મધ સાથે મેળવી સવાર-સાંજ લેવાથી શ્વાસનળીઓ ખૂલે છે અને કફ છૂટો પડે છે અને દમમાં રાહત થાય છે. બીજુ આ વનસ્પતિનો રસ લગાડવાથી દાદર મટી જાય છે. આ છોડ એક ફૂટ જેટલો ઊંચો થાય છે. પાન લાંબા લંબગોળ ટેરવી અણીવાળા, સપાટી પર લીલા નીચેથી લાલ હોય છે.





No comments:

Post a Comment